પાટડી ખાતે યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

પાટડી:સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત વર્ગીકરણ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી લક્ષ્મીનગરમાં આવેલ પાટડી નગરપાલિકા નિર્મિત હોલ ખાતે ૨૩ ઓગસ્ટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો સહિતના સામાજિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યા હતા જેમાં અનુ જાતિની એકતા જળવાય તે માટે ગામડે ગામડે જઈ પ્રચાર કરવો તથા આગામી ૨જી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બપોરે બે કલાકે પાટડી ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર પ્રતિમાએ એકઠા થઈ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે જેમાં એડવોકેટ રસિકભાઈ સોમેશ્વરા, એડવોકેટ પ્રવિણભાઇ,રાજરત્ન નાગવંશી, આનંદકુમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા


