Friday, May 2, 2025
26.9 C
Delhi
Friday, May 2, 2025
spot_img
HomeBlogગુજરાતમાં ઇમ્પેક્ટ કાયદાને લઈ CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં ઇમ્પેક્ટ કાયદાને લઈ CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

(ફાઈલ તસવીર )

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે કે,ગામતળ વિસ્તારમા બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત કરી શકાશે. બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચોરસ મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને ગેરકાયદે બિન રહેણાંક માટે ૧૦૦૦ ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.મહત્વનું છે કે ખુટતા પાર્કીંગના ૫૦% જે તે પ્લોટમાં અથવા તો ૫૦૦ મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના ૫૦ % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી,આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરવામાં આવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular