@નવાઝખાન પઠાણ, પાટડી (સુરેન્દ્રનગર)

પાટડી:સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દસાડા તાલુકાના દસાડા પોલીસમા આવતા માનાવાડા ગામે જુગાર રમતા ૧૧ શખ્સોને રોકડ કુલ ૯૮,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી c સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવવા જુગાર સહિતની બદી દૂર કરવા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દસાડા તાલુકાના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં જુગારીઓને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી રહી છે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દસાડા તાલુકાના પાટડીમાંથી મોટી રકમ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં દસાડા પોલીસ મથક હેઠળ આવતા માનાવાડા ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે, અમદાવાદ,પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ૬૫ હજાર ૨૦૦ રોકડા,મોબાઈલ નંગ-૦૭,અંદાજે કિંમત રૂપિયા ૩૩ હજાર મળી કુલ બે ૯૮ હજાર ૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દસાડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો જુગારીઓને ઝડપી પાડવામાં સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી