Saturday, April 19, 2025
35.3 C
Delhi
Saturday, April 19, 2025
spot_img
HomeBlogહૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુજરાતના શખ્સોની 38 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુજરાતના શખ્સોની 38 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

ફાઈલ તસવીર

સાંપ્રત સમયમાં ટેકનોલોજીનો યુગ શરૂ થયો છે ત્યારે ઓનલાઇન છેતરપિંડી, સાઈબર ક્રાઇમના બાનાવો બની રહ્યા છે ત્યારે હૈદરાબાદ સાઈબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે જેમાં ગુજરાતના ૩૬ લોકોને ૨૦ જેટલા સાઈબર ક્રાઇમ કેસમાં લેપટોપ, મોબાઈલ ફેક લેટર સહિતના ૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે

મળતી માહિતી મુજબ ભેજાબાજ દ્વારા મોડસ ઓપરેન્ડીથી 983 જેટલાં ઓનલાઈન ગુના આચર્યા હતા જેમાં ઈન્વેસ્ટમેન્ટ, ફ્રોડ અને KYCના નામે છેતરપિંડી, રોકાણમાંથી ઉંચુ વળતરની લાલચમા રાજકોટના કુલદિપ ચુડાસમા,દૈવત જાડેજા અને કેતન સિનોજિયાની ધરપકડ કરવામાં આવી છે તથા સુરતના CA નિકુંજ કાનાણી અને પ્રવિણ વસોયાને પણ ઝડપપી લેવામાં આવ્યા છે નિકુંજ અને પ્રવિણ ફેક ટ્રેડિંગ એપથી છેતરપિંડી કરતા હતા આ ઉપરાંત સાગર પ્રજાપતિ અને કિરીટ પરમાર નામના 2 આરોપી મની લોન્ડરિંગ થયું હોવાનું ધમકાવીને છેતરપિંડી કરતા હતા સાગર અને કિરીટ મુંબઈ પોલીસમાં હોવાનુ કહી ધમકાવી છેતરપિંડી કરતા ઝડપાયેલ આરોપીઓ જુદાં જુદાં 1000 ગુનાઓમાં સામેલ હોવાની વિગતો સામે આવી છે સાઈબર ક્રાઇમ સેલ દ્વારા અલગ-અલગ 20 કેસમાં 12 કરોડના આરોપસર કરાઈ કાર્યવાહી કરવામાં આવી છે અને રોકડ રકમ, સોનુ, લેપટોપ ચેકબુક સહિત 38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત નકલી સ્ટેમ્પસ અને નકલી FIR, નકલી RBI અને CBIના લેટર પણ કરવામાં આવ્યા હતાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular