@ગુજરાત ડાયરી

સુરત:કોસંબા પોલીસ સ્ટેશનમાં જાવીદ ઉર્ફે ઝરખા પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી તરફે જણીતા એડવોકેટ બિલાલ કાગઝીએ દલિલ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનમાં ચાર માસ પૂર્વે એક યુવાનને નજીવી બાબતે જાવીદ નામના યુવકે પોતાની ફોર વ્હીલર કાર ઉભી રાખી ગંદી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી આ ઉપરાંત જાવીદે ફરિયાદીને મોં પર મુક્કો માર્યોનો આરોપ પણ હતો આ બનાવમાં જાવીદે કારમાં બેસેલા અહમદને ગાડીની ડીકી માંથી ધારીરા જેવુ હથીયાર લાવવા માટે જણાવ્યું હતુ ત્યારે અહમદે ફરિયાદીને માથાના ભાગે મારી ઈજાગ્રસ્ત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં હાઈકોર્ટેમા જામીન માટે જાણીતા વકીલ બિલાલ કાગઝીને રોકવા આવ્યા હતા બિલાલ કાગઝીની દલિલથી હાઈકોર્ટે હત્યાના પ્રયાસના આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો