રાજ્યભરમાં મેઘાએ તાંડવ મચાવ્યો છે ત્યારે તંત્ર પણ ખડે પગે રહ્યુ છે જેમાં NDRF,SDRF,આર્મી,સ્થાનિક તંત્ર સરાહનીય કામગીરી કરી રહ્યુ છે ત્યારે જામનગરના જોડીયામાં સરકારી તંત્ર દ્વારા ૬ બાળકો સહિત ૦૮ને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ અતિ ભારે વરસાદ તથા ઉપરવાસ માં પડેલ વરસાદના કારણે ઉંડ-૨ ડેમમાંથી છોડેલ પાણીના કારણે નિચાણવાળા વિસ્તારમાં આવેલ જોડીયા ગામે તતાપર સીમ વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયાના મેસેજ મળતા SDRF તથા કાલાવડ ફાયર ફાઈટર ટીમ દ્વારા રેસ્ક્યુ માટે અગાઉ પ્રયત્ન કરેલ જે સફળ ન થતા તથા ઉંડ-૦૨ ડેમના પાણીના ઘટાડેલ outflow ને કારણે નદીના જળસ્તરમાં થયેલ ધટાડો થતા તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમ ને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએ થી જામનગર કલેક્ટર બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક આર્મીની ટીમ મોકલતા, સવારથી આર્મી ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ વી.ડી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરેલ જેમાં પુરુષ-૦૧, સ્ત્રી-૦૧, અને ,૬ બાળકો મળી કુલ ૦૮નું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુમા મદદ અને માર્ગદર્શન પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા તેમજ જોડાયાના મામલતદાર, જોડિયા તાલુકા વિકાસ અધિકારી, તથા પોલીસ ઇન્સપેક્ટર – જોડિયા, ગ્રામ પંચાયત જોડીયા સહિતના સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરી તેઓને મેડિકલ ચેકઅપ માટે રેફરલ જોડીયા હોસ્પિટલ ખાતે એડમીટ કરતા તેઓ સ્વસ્થ હોવાનું જાહેર કરેલ છે આમ ઈન્ડીયન આર્મી દ્વારા સરાહનીય કામગીરી કરી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં સફળ રહી હતી અને જોડીયાના લોકેએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

@દામજી વેકરીયા, ગુજરાત ડાયરી