મરવા મજબૂર કરવાના આરોપસર જાસપુર ગામના પૂર્વ સરપંચ અને એક શિક્ષિકા વિરુદ્ધ ફરીયાદ

@દેવજી વેકરીયા, ગુજરાત ડાયરી
ગાંધીનગર જિલ્લા ના માણસા તાલુકાના ધાનેરા ગામના મૂળ વતની વિપુલ ડાયાભાઈ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી જાસપુર કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું વિડીયોના આધારે મૃર્તકના ભાઈએ કલોલ તાલુકાના જાસપુર ગામના પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિ અને એક શિક્ષિકા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો પહોંચ્યા હતા અને બનાવ સામે રોષ વ્યક્ત કર્યો હતો
મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા વિપુલ ડાયાભાઈ સેનમા એક ખાનગી સંસ્થામાં નોકરી કરતા હતા અને તેઓ શાળામા વૃક્ષારોપણ માટે એક શિક્ષિકાને તેની શાળાનું નામ પૂછ્યું હતુ આ બાબતે વિપુલ સેનમાને કલોલ તાલુકાના જાસપુર ગામના પૂર્વ સરપંચ એન શિક્ષિકાએ બોલા ચાલી કરી ૧૮૧ મહિલા હેલ્પલાઇને બોલાવી હતી અને માફી પત્ર લખાવ્યુ હતુ આ ઘટના બાદ મૃતક વિપુલ સેનમાને સંસ્થા દ્વારા નોકરીમાંથી પણ છુટા કરી દેવામાં આવ્યા હતા જેનુ લાગી આવતા મૃતકે વિડિયો બનાવી સમગ્ર ઘટના વર્ણવી રેકોર્ડ કરી હતી અને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ હતુ આ બાબતે મૃતકના ભાઈએ અતુલભાઈ ડાહ્યાભાઈ સેનમા (હાલ રહે અશોકા આવાસ,ન્યુ સીજીએસ રોડ, ચાંદખેડા મૂળ રહે ધામેડા તા.માણસા ગાંધીનગર) વિડિયોને આધારે ૧૭ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ કલોલ તાલુકાના જાસપુર ગામના પૂર્વ સરપંચ અને એક મહિલા શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધાવતા સાંતેજ પોલિસ મથકે એટ્રોસિટી એક્ટ, ભારતીય ન્યાય મરવા મજબૂર કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે

આત્મહત્યા કરનાર મૃતક યુવાનના છેલ્લા શબ્દો :હું જાસપુર કેનાલ ખાતે આત્મહત્યા કરવા જાઉ છુ અને આ બાબતે મને ન્યાય અપાવજો”
“આજથી બે દિવસ પહેલા હું નોકરી ઉપર જતો હતો તે દરમ્યાન એક શાળાના કોઇ શિક્ષીકાબેનને વૃક્ષના રોપા સ્કુલમાં આપવા માટે સ્કુલનુ નામ પુછેલ આ વાતને લઇને મારે જે શિક્ષિકાબેન સાથે વાતચીત થયેલ. તે જાસપુર ગામે ઉભો રાખેલ અને આ બધાએ મારી સાથે બોલાચાલી કરી ૧૮૧ અભયમ બોલાવી ખોટી ફરીયાદ કરી મારી પાસે માફી પત્ર લખાવેલ અને આ વાતને લઇને મારા મેનેજરે મને નોકરીમાંથી કાઢી મુકેલ છે જે વાતને લઇને મને ખોટુ વાગતા હું જાસપુર કેનાલ ખાતે આત્મહત્યા કરવા જાઉ છુ અને આ બાબતે મને ન્યાય અપાવજો”