પ્રજાલક્ષી પેનલ હારી છતા વિક્રમ રબારીની લડત સૌએ બિરદાવી
@પ્રિયકાંત ચાવડા, ગુજરાત ડાયરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે આવેલ ધી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમા ૨ મહિલા બિનહરીફ થતાં બાકીના ૧૨ ડિરેક્ટર માટેની ચૂંટણી ૧૮ ઓગસ્ટે યોજાઈ હતી જેમા ૪૩૧૯ સભાસદમાંથી ૨૬૧૩ સભાસદે મતદાન કરતા ૬૦.૭૬ ટકા મતદાન થયુ હતુ મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી જે ૧૯ તારીખ વહેલી સવાર સુધી મતગણતરી ચાલી હતી ગ્રામજનો તથા રાજકીય વર્તુળોની આતુરતાનો અંત આવ્યો હતો અને વિકાસ પેનલની ભવ્ય જીત થઈ હતી

(ધારાસભ્ય પી.કે.પરમાર તથા દસાડા તાલુકા પ્રેસ એસોસિયેશન પ્રમુખ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ )
પાટડી સહકારી નાગરિક બેંકની ચૂંટણી ગત વર્ષની સરખામણી ખૂબ ચર્ચાસ્પદ રહી બંને પક્ષો દ્વારા ફુલ જોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કોંગ્રેસ ડેલીગેટ વિક્રમ રબારી દ્વારા અનુસુચિત જાતિ અનામત બેઠક માટે લવાદ કોર્ટ સુધી લડત લડવામાં આવી હતી અને અંતે અનુસુચિત જાતિ માટે અનામત બેઠક ફાળવવામાં આવી હતી ત્યારબાદ સોશિયલ મીડિયામાં પ્રચાર ચાલ્યો હતો આ ઉપરાંત વિવિધ પત્રિકાઓ પણ ફરતી થઈ હતી પરંતુ પ્રજાલક્ષી પેનલની હાર થઈ છે જ્યારે વિકાસલક્ષી પેનલના મૌલેશ પરીખ સહિતના દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં દસાડાના ધારાસભ્ય પણ જોડાયા હતા કડવા પાટીદાર હોલમાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી જ્યા મોડી રાત્રી સુધી લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અંતે વિકાસ પેનલની જીત અને પ્રજાલક્ષી પેનલનો વિજય થયો હતો પરંતુ હારનાર પ્રજાલક્ષી પેનલના આઇકોન વિક્રમ રબારીની પેનલની હાર થવા છતાં લોકોએ લડતને બિરદાવી હતી
(જીતનાર ડિરેક્ટરને અભિનંદન આપી હારનાર પ્રજાલક્ષી પેનલના વિક્રમ રબારીએ આભાર વ્યક્ત કર્યો )

