
• દસાડા તાલુકામાં વિરોધ પ્રદર્શન,રેલી,આવેદનપત્ર અંગેની રણનીતિ તૈયાર કરવા બેઠક મળશે
@નવાઝખાન પઠાણ, પાટડી (સુરેન્દ્રનગર)
૨૧ ઓગસ્ટ અનામત મુદ્દે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સંગઠનો દ્વારા ભારત બંધનુ આહવાન કરવામાં આવ્યું હતું હજુ આ મુદ્દો સણસણતો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથકના પાટડી નગરપાલિકા નિર્મિત લક્ષ્મીનગરના હોલ ખાતે 23 ઓગસ્ટ બપોરે બે કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસાડા તાલુકામાં વિરોધ પ્રદર્શન,રેલી,આવેદનપત્ર સહિતનું આયોજન કરવામાં આવનાર છે આ બેઠકમાં અનુજાતિના તથા રાજકીય,સામાજિક લોકોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે