ગુજરાતમાં ભૂતિયા શિક્ષકો પર હવે સરકાર લાલ આંખ કરી રહી છે ત્યારે સુરતમાં વધુ બે શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા બરતરફ કરવામાં આવ્યા છે શાળામાં શિક્ષક તરીકેનો પગાર ચાલુ રાખી આવા શિક્ષકો વિદેશમાં હોવાનું સામે આવ્યું હતું આ શિક્ષકોને વારંવાર શાળામાં હાજર થવા નોટિસ મોકલવામાં આવી હતી. છતાં હાજર ના થતા બંને શિક્ષકો સામે કડક પગલા લેતા શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. શિક્ષણ સમિતિએ બંને શિક્ષકોને બરતરફ કરી ભૂતિયા શિક્ષકો સામે દાખલો બેસાડવા પ્રયાસ કર્યો.પ્રાત વિગતો મુજબ આમીર અન્સારી નામના શિક્ષક અને શિક્ષિકા આરતી બેન તેમની શાળામાં લાંબા સમયથી ગેરહાજર હતા આ બંને શિક્ષકોએ શાળામાં ગેરહાજર રહેવા મામલે મેડિકલ લીવ અને અંગત કારણો જણાવ્યા છે આવા શિક્ષકો સામે શિક્ષણ મંત્રાલયે લાલ આંખ કરી છે. શિક્ષણ સમિતિ દ્વારા આ બંને શિક્ષકોને શાળામાં ફરજ પર હાજર થવા ૧૦થી વઘુ વખત નોટિસ મોકલવામાં આવી હતી. છતાં પણ આ બંને શિક્ષકો દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ ના મળતા આખરે બંને શિક્ષકો અન્સારી આમીર અને શિક્ષિકા આરતીબેન ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે અન્સારી આમીર બે વર્ષથી લીવ પર બહાર છે અને આરતીબેન ચૌધરી ત્રણ વર્ષથી રજા પર હોવાનું સામે આવ્યું છે આવા શિક્ષકો બાળકોને ભણાવાને બદલે સરકારને ગોથે ચડાવી રહ્યા છે ત્યારે આવા શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવતા ગુલ્લી બાજમા ફફડાટ વ્યાપી ગયો છે