@નવાઝખાન પઠાણ,પાટડી (સુરેન્દ્રનગર)

પાટડી : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલિસ મથક તાબાના સડલા ગામના નાના ગોરૈયા રોડ પર ખુલ્લામાં જુગાર રમતા ૧૦ શખ્સોને પાટડી પોલિસે ૧૦ હજાર ૩૭૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા
પ્રાપ્ત વિગતો મુજબ પાટડી પોલીસ મથકના એન.જે કાસેલા,ગૌતમ ગેડિયા, જયેશભાઇ,વિપુલભાઈ સહિતના ગેરકાયદે અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સડલા ગામે પહોંચતા સડલા ગામના નાના ગોરૈયા રોડ પર ખુલ્લામાં તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતી મળતા રેઈડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા રેઈડ કરતા નાશ-ભાગ મચી જવા પામી હતી છતાં પાટડી પોલિસ દ્વારા ૧૦ જુગારીઓને, ૧૦ હજાર ૩૭૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને પાટડી પોલિસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી