
ફાઈલ તસવીર
ભારતમાં સરકારી કર્મચારી માટે કેન્દ્રની NDA સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ (NPS)ની જગ્યાએ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લોન્ચ કરી છે,આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માંગ સાથે અવાર નવાર આંદોલન કરતા હતા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની સરળ સમજૂતી
Unified Pension Scheme (UPS) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે.આ યોજનાની મુખ્ય ત્રણ બાબતો છે
નિશ્ચિત પેન્શન :જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલી પેન્શન મળશે જો કોઈ કર્મચારી 25 વર્ષથી ઓછી નોકરી કરે છે, તો તેને તેના સેવાકાળના પ્રમાણમાં ઓછી પેન્શન મળશે. જો કે, ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને પેન્શન મળશે.
પરિવાર પેન્શન : જો કોઈ કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ પહેલા મળતી પેન્શનના 60% જેટલી પેન્શન મળશે. ન્યૂનતમ પેન્શન જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને ઓછામાં ઓછા રૂ. 10,000/-ની પેન્શન મળશે. UPS એ સરકારી કર્મચારીઓ માટે એક સુરક્ષિત પેન્શન યોજના છે,આ યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે,જો કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને પણ પેન્શન મળે છે,ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને નિવૃત્તિ પછી ઓછામાં ઓછી રૂ. 10,000/-ની પેન્શન મળશે.