@નવાઝખાન પઠાણ, પાટડી (સુરેન્દ્રનગર)

રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકોને હાલાકી
Surendranagar News :સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકામાં બે દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે જેમાં દસાડા તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો વરસાદ ખાબકતા પાટડી નગરના બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ઢીંચણ સમા પાણી ભરાતા બસ સ્ટેન્ડ સરોવરમા ફેરવાયુ છે

પાટડી બસ સ્ટેન્ડમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ એ જ સ્થિતિ જોવા મળી હતી બીજી તરફ પાટડી બજાણા રોડ પાટડી સેવાસદન પોલીસ મથક તથા શંકરપરા ગેટ પાસે રોડ પર મસમોટા ખાડા પડી રહેવાથી તેમાં વરસાદી પાણી ભરાયા છે અને અકસ્માતનો ભય ઊભો થઈ રહ્યો છે જ્યારે પાટડી નગરના કલાડા દરવાજા તથા વણીન્દ્રધામ પાસે જન્માષ્ટમીના દિવસે યોજાતા આનંદ મેળા પર પણ સીધી અસર થઈ હતી