@નવાઝખાન પઠાણ, પાટડી (સુરેન્દ્રનગર)


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં અતિ ભારે વરસાદે તારાજી સર્જી છે જેમાં પાટડી,છાબલી અને ગેડિયા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી સદ્દનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી બીજી તરફ ખારાઘોડા વોકળો બે કાંઠે થતાં ઉદાસી આશ્રમમા પાણી ફરી વળ્યા હતા અને પાટડીથી ખારાઘોડા જવાનો માર્ગ બંધ કરી દેવો પડ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટડી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો


ઘટના સ્થળની મુલાકાત માટે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ પહોંચ્યા હતા અને ખારાઘોડા ગામે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો બીજી તરફ ઉપરવાસથી આવતા પાણીથી પાટડી વોકળો પણ બે કાંઠે થયો હતો પાટડી પોલીસ દ્વારા ત્યાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ઉપરીયાળા-નવરંગપુરા વોકળો, બે કાંઠે થતા બાઈક સાથે યુવાન તણાવ્યો હતો સદનસીબે યુવકને બચાવી લેવામાં આવ્યો હતો તથા દસાડા તાલુકામાં આવેલ રૂપેણ નદી પણ પોતાનું રોદ્ર સ્વરૂપ શરૂ ધારણ કર્યું હતું જેના કારણે રોડ પર પાણી પહોંચ્યા હતા આ ઉપરાંત ઘાસપુર,અમનગર ગામમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા,પાટડી નગરના દશામાં પરા, સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

