સુરત શહેર ટ્રાફિક વિભાગમા ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરી, છેલ્લાં 5 વર્ષથી રિજિયન-2માં નોકરી કરતા એક વચેટિયા મારફતે એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.

મળતી માહિતી મુજબ લાંચ અને રૂશ્વત વિરોધી શાખા ગુજરાતને ટ્રાફિક પોલીસ લાંચ માંગતા હોવાની ફરીયાદ મળી હતી વધુમા જાણવા મળતી વિગતો મુજબ સુરત શહેર ખાતે ટેમ્પો એસોસીએશન ચલાવતા હોદ્દેદારે એ.સી.બી.ની રૂબરુ મુલાકાત કરી રજૂઆત કરી હતી કે પ્રતિ ટેમ્પો દીઠ મહીને 1 હજાર રૂપિયાની લાંચ માગવામા આવતી હોવાની જણાવ્યું હતુ,ફરિયાદ મળતાં આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપીંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું. આજ રોજ સુરત ખાતે રહેતો સંજય દિનકરભાઈ પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચ્યો હતો. સંજય પાટીલે 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન-2, સેમી સર્કલ-14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજય રમણભાઈ ચૌધરીને ફોન કર્યો હતો અને રકમ મળી ગઈ હોવાની માહિતી આપી હતી. દરમિયાનમાં એ.સી.બી.ની એક ટીમે સંજય પાટીલને રંગે હાથ ઝડપી લીધો હતો અને લાંચની રકમ કબજે કરી હતી સંજય પાટીલ લાંચની ઝડપાઈ જતાં એ.સી.બી.ની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજય ચૌધરીને દબોચી લીધો હતો. એસીબીએ બે મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે