સુરત લોકલ ક્રાઈમ બ્રાન્ચ શાખા ઝોન 01 મએ પુણા પોલિસ મથકે એટ વર્ષ પૂર્વે નોંધાયેલ પોકસો, બળાત્કાર જેવા ગંભીર ગુનામા નાસતા,છુપાતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો

સુરત જિલ્લામાં નાસતા છુપાતા આરોપીઓને ઝડપી પાડવા તથા ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પોલિસ પોલીસ ખડે પગે છે ત્યારે નાયબ પોલીસ કમિશ્નર એલસીબી શાખા ઝોન-01 ભક્તિબા ડાભીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા એલસીબી શાખા ઝોન-01 પરિણામલક્ષી કામગીરી કરી રહી છે ત્યારે એલસીબી શાખા ઝોન-01ના હેડ કોસ્ટેબલ સહદેવસિંહ, કરણસિંહ,ને મળેલ ચોક્કસ બાતમીના આધારે યોગેશ ધીરુભાઈ પાનસુરીયા ( ઉંમર વર્ષ.39 ધંધો.સાડીની મજૂરી,રહે.મકાન નંબર 35 સરજન રેસિડન્સી રંગોલી ચોકડી પાસે વેલંજા સુરત ) મૂળ રહે ગામ ડેરી પીપરીયા તા. કુકાવાવ જિ.અમરેલી ) છેલ્લા એક વર્ષથી પૂણા પોલીસ સ્ટેશનએ નોંધાયેલ પોક્સો તથા બળાત્કાર સહિતના ગંભીર ગુનામાં નાસતો છુપાતો ફરતો હતો ત્યારે સુરત એલસીબી શાખા ઝોન-01ની ટીમ દ્વારા તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોપીને ઝડપી પાડવા સહદેવસિંહ,અસ્ફાકભાઈ તથા કરણસિંહ દ્વારા કામગીરી કરવામાં આવી હતી