દસાડા વાયરમેનનો ત્રાસ તથા વરસાદી પાણી પર અવરોધ બાબતે MLA,SDM,ને રજૂઆત

@નવઝખાન પઠાણ, પાટડી (સુરેન્દ્રનગર)
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલણપુર ગામના 100થી વધુ ખેડૂતો દ્વારા પાટડી આસિસ્ટન્ટ કલેકટર અને દસાડાના ધારાસભ્યને કુદરતી પાણીના વહેણ પર કરવામાં આવેલ અવરોધ તથા દસાડા PGVCLના કર્મચારીની મનમાની બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા 100થી વધુ ખેડૂતોએ આપેલ જણાવ્યું હતું કે માલણપુર પાસે વિરમગામ- માંડલ રોડ પર વિકાસ પથ બનાવામાં આવ્યો હોવાથી કુદરતી વહેણ પર અવરોધ ઉભો થવાથી હજારો વિઘા જમીન પણ પાણી ફરી વળ્યા છે આ ઉપરાંત ગામ તળાવમા પાણી ભરાવો થવાથી ઓવર ફલો થાય તેવા સંજોગો ઉભા થયા છે આથી સમસ્યાનુ નિરાકરણ લાવવા દસાડાના ધારાસભ્ય, દસાડા આસિસ્ટન્ટ કલેકટર અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત દસાડા PGVCLના કર્મચારી દ્વારા કરવામાં આવેલ ઉદ્ધતાઈ ભર્યા વર્તન બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી