
@દામજી વેકરીયા, ગુજરાત ડાયરી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભીમકટા ગામના પુર્વ ન્યાય સમિતી ચેરમેન બાબુલાલ હિંગળા તથા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સુરેશ કાટોડીયા દ્વારા વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટિથી થયેલ નુકસાન બાબતે સ્થળ તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત ખડે પગે રહેતા બંને યુવા આગેવાન પરિવારને સાંત્વના આપી હતી. એક માલધારી પરિવારના 20 જેટલા ઘેટા બકરા મૃત્યુ પામતા તેમને રૂબરૂ મળી સરકારી સહાય વહેલી તકે મળે તે માટે પ્રયાસ હાથધર્યા હતા

ભીમકટા ગામે માલધારીના ઘેટા બકરા વરસાદમા ૨૦ જેટલા ઘેટા બકરા મોતને ભેટયા હતા ત્યા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી ડોક્ટર દ્વારા પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. માલધારી પરિવારનુ આજીવિકાનુ એક માત્ર વાહન ઘેટા બકરા જ હતા ત્યારે કુદરતના પ્રકોપમાં 20 જેટલા ઘેટા બકરા મૃત્યુ પામતા માલધારી પરિવાર પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે સરકાર દ્વારા આફતમાં મૃત્યુ પામતા એક ઘેટા બકરા દિઠ માત્ર ૩૦૦૦ આપવામાં આવે છે જ્યારે એક ઘેટા બકરાની કિંમત 5,000 થી 10,000 સુધીની હોય છે ત્યારે સરકાર દ્વારા સહાયમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છેઅને પૂર્વ ચેરમેન તથા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દ્વારા પરિવારને સાંત્વના આપવામાં આવી હતી આ ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં થયેલ વરસાદી તારાજીની પણ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી લોકોએ બંને યુવા આગેવાનની કામગીરીને બિરદાવી હતી
