@બિલાલ કાગઝી
સુરત શહેરના લીંબાયત પોલીસ મથકમાં વર્ષ 1998માં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં છેલ્લા 26 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉતર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દુષ્કર્મનાગુનામાં 26 વર્ષથી વોન્ટેડ આરોપીને ઉતર પ્રદેશના દેવરીઆ જિલ્લા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી અશોકલાલજી ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી સામે વર્ષ 1998માં લીંબાયત પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોધાયો હતો.પોલીસના જણાવ્યા મુજબ આરોપી વર્ષ 1998માં લીંબાયત ગોડાદરા ખાતે રહેતો હતો આ દરમ્યાન તે મહિલાના પતિની ગેરહાજરીનો લાભ લઈને ઘરમાં પ્રવેશી ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ૨૬ વર્ષથી વોન્ટેડ હતો ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી અને આરોપી જેલના સળિયા ભેગો થયો છે