સુરતમાં પાટીદાર યુવતી પર બફાટ કરનાર કાજલ હિન્દુસ્તાની પર ફોજદારી કેસ ચલાવવા આદેશ.

0
111


@Gujratdiary

સુરતના કાર્યક્રમમાં મોરબીની ૭ પાટીદાર દીકરીઓ વિષે ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પાટીદાર સમાજદ્વારા રેલી યોજી માફીની માંગ કરવામાં આવી હતી છતાં કાજલ હિન્દુસ્તાની એ માંફી ના માંગતા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનોજ પનારાએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવા અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાની તા.૮મી જુન-૨૦૨૩ ના રોજ સુરતના કાર્યક્રમમાં પાટીદારની કરીઓ વિષે કરેલી ટીપ્પણીને પગલે કોર્ટમાં કેસ દાખલ કરવા કરવામાં આવી હતી જે મામલે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા એડવોકેટ જયદીપ પાંચોટિયાએ જણાવ્યુંહતું કે તા. ૨જીએપ્રિલ-૨૦૨૪ ના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી જે કોર્ટે ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા ૧૪ ઓગસ્ટના રોજ કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે અને આગામી તા૧૭મીસપ્ટેમ્બર-૨૪ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાશે કોર્ટે હુકમકરતા જણાવ્યું છે કે આ પ્રકારની ટીપ્પણીથી મોરબીના પટેલસમા જનીમાન,મર્યાદા અને પ્રતિષ્ઠાને હાની પહોંચેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતું હોય જેથી ફરિયાદીની ફરિયાદ ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવે છે આરોપી વિરુદ્ધઈપીકો કલમ ૪૯૯,૫૦૦અન્વયેના ગુના સંબંધે સાહેદ લીસ્ટ,ફરિયાદ અને દસ્તાવેજો ની નકલ રજુ કર્યેથી પ્રસેસ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here