દામજી વેકરીયા સાથે સ્થાનિકોની ચર્ચા જુઓ સંપૂર્ણ વિડિયો

@દામજી વેકરીયા,મોરબી
મોરબી જિલ્લાના આમરોણ ગામે બસ સ્ટેન્ડની પાસે વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે છેલ્લા લાંબા સમયથી કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે જેને લઇ સ્થાનિકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે અહીંના લોકોનું કહેવું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કામગીરી કરવામાં આવતી નથી મચ્છરજન્ય રોગચાળો વકરી ઉઠે એ પહેલા તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી કરવામાં આવે તેવુ સ્થાનિકો ઇચ્છી રહ્યા છે

તાજેતરમાં માખીથી ફેલાયેલ ચાંદીપુરા વાયરસે ગુજરાત ભરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો ત્યારે આરોગ્ય તંત્ર સહિત સરકારી તંત્ર રોગચાળો ફેલાય નહીં તે માટે અનેક પ્રયાસ કર્યા હતા હાલ વરસાદી પાણી ઘણા સ્થળે ભરાયેલા જોવા મળે છે જેમાં મચ્છર સહિતના કીટકોમાં વધારો થાય છે ત્યારે મોરબીના આમરણ ગામે બસ સ્ટેન્ડની પાસે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થયું છે કાદવ કીચડથી અસહ્ય દુર્ગંધ સ્થાનિકોને પજવી રહી છે અહીંના લોકોના જણાવ્યા મુજબ વારંવારની રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા સંજોગો ઉભા થયા છે આમરોણ ગામમાં ખરીદી કરવા આવતા લોકો તથા વેપારી અને મુસાફરીને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આથી તંત્ર દ્વારા વહેલી તકે કાદવ કિચન પર માટી પુરાણ કરવામાં આવે તેવી માગ અહીંના લોકોમાં ઊઠવા પામી છે
મોરબીના આમરોણ ગામના બસ સ્ટેન્ડ વરસાદી પાણીનો ભરાવો તસ્વીરમાં જોઈ શકાય છે
