
@gujaratdiary
કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં ઘણા દિવસોથી સતત વિરોધ થઈ રહ્યો છે. આજે પણ આ મુદ્દે દિલ્હીમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાભા આવી રહ્યું છે.
બળાત્કાર અને હત્યા બાદ આરજી કાર હોસ્પિટલમાં તોડફોડના કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે. તોડફોડના આ કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 37 લોકોની ધરપકડ આવી હોવાની વિગતો સામે આવી છે
વધુ પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો છે. સમય મળતાં જ તેઓ દિલ્હી જવા રવાના થનાર છે આ મુદ્દે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કહ્યું, “બંગાળ મહિલાઓ માટે સુરક્ષિત સ્થળ નથી. બંગાળ મહિલાઓને નિરાશ કરી ચુક્યું છે. સમાજ નહીં, પરંતુ વર્તમાન સરકારે તેની મહિલાઓને નિરાશ કરી છે. બંગાળને તેના પ્રાચીન વૈભવમાં પાછું લાવવું જોઈશે, મહિલાઓ હવે ગુંડાઓથી ડરે છે. સરકારઆ મુદ્દા પ્રત્યે સંવેદનહીન છે અને સમાજમાં ડરનુ વાતાવરણ સર્જાયું છે.”
