
@બિલાલ કાગઝી,ગુજરાત ડાયરી
સુપ્રિમ કોર્ટે કોલકાતાની ઘટના પર સુઓ મોટો લીધું છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે
સુપ્રિમ કોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું છે જેની સુનાવણી આવતી કાલે મંગળવારે, 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI ) જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સવારે આ મામલે સૌથી પહેલા સુનાવણી કરશે આવતી કાલે સુનાવણી માટે કેસોની યાદીમાં 66મા નંબરે છે, જો કે બેંચ તેની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવામાં આવશે 17 ઓગસ્ટના રોજ, તબીબી સમુદાય દ્વારા દેશવ્યાપી આક્રોશ અને હડતાલ કરવામા આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલી આ પત્રની અરજીમાં સુપ્રીમ કોર્ટને ૯ ઓગસ્ટના રોજ કોલકાતામાં એક પોસ્ટ ગ્રેજ્યુએટ તાલિમ તબીબની સામૂહિક બળાત્કાર અને હત્યાની શરમજનક ઘટના અંગે સુઓમોટો સંજ્ઞાન લેવાની વિનંતી કરવામાં આવી હતી.