
@બિલાલ કાગઝી
સુરત જિલ્લામાં અવાર નવાર વકીલ પર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર આવી ઘટના પ્રકાશમાં આવી છે પરંતુ આ વખતે ખાખી ધારી અધિકારીએ વકીલને માર માર્યો હોવાની ઘટના બની છે જેની આકરી નિંદા સાથે લેખિત રજૂઆત સુરત પોલિસ કમિશ્નરને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે અને કસુરવાર સામે પગલાં લેવા માગ કરવામાં આવી છે

મળતી માહિતી મુજબ સુરત સુરતમા એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા રજનીકાંત નાઈ ડીંડોલી પોલિસ મથક તાબાના મધુરમ માર્કેટ યાર્ડમા પાર્ક કરેલ વાહન લેવા જતા ડીંડોલી પોલિસ મથકના પોલિસ ઈન્સપેક્ટર એચ.જે.સોલંકી દ્વારા અભદ્ર ભાષામાં વાત કરી લાત મારવામાં આવી હતી ઘટનાના દ્રશ્યો CCTVમા પણ રેકોર્ડ થયા હતા જેનો વિડિયો વાયરલ થતા પોલિસ અધિકારી પર વકીલો સહિત નાગરિકોએ ફીટકાર વરસાવી હતી ત્યારે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા પણ આ બાબતે સુરત પોલિસ કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીને તપાસ સોંપી ન્યાય માટે માગ કરવામાં આવી હતી
