Saturday, April 19, 2025
35.3 C
Delhi
Saturday, April 19, 2025
spot_img
HomeBlogપાટડી નાગરિક બેંકના ચેક રીટર્ન કેસમાં પાટડી કોર્ટે ત્રણને સજા...

પાટડી નાગરિક બેંકના ચેક રીટર્ન કેસમાં પાટડી કોર્ટે ત્રણને સજા સંભળાવી

નાગરિક બેંકના ત્રણ લોન બાકીદારને એક વર્ષની સાદી કેદની સજા ફટકારાઈ

-૩૦ દિવસમાં રકમ ન આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા

@નવાઝખાન પઠાણ,પાટડી (સુરેન્દ્રનગર)

પાટડી : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે આવેલ નાગરિક સહકારી બેંકની લોનની રકમ ભરપાઈ ન કરનારા ત્રણ લોન ધારકોને એક વર્ષની સાદી સજા ફટકારાઈ છે. જેમાં હુકમ થયાના 30 દિવસમાં રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સાદી સજા ફટકારાઈ છે.

મળતી વિગતો મુજબ પાટડી ખાતે આવેલી ધી પાટડી નાગરિક સહકારી બેન્ક લી.માંથી પાટડી ભાટવાસમાં રહેતા સંગીતાબેન ભરતભાઈ ઠાકોરે રૂ. 70,000ની લોન લીધી હતી. બાદમાં બેન્કના હપ્તા ભરપાઈ કર્યા નહોતો. આથી બેન્કમાંથી લોન લેતી વખતે આપેલો ચેક રૂ. 90792ની રકમનો રિટર્ન થયો હતો તથા પાટડી ખલીફાવાસમાં રહેતા પ્રભાતસંગ માનુજી ઝાલાએ રૂ. 40,000ની લોન લીધી હતી. બાદમાં બેન્કના હપ્તા ભરપાઈ કર્યા નહોતો. આથી બેન્કમાંથી લોન લેતી વખતે આપેલો ચેક રૂ. 31,991ની રકમનો રિટર્ન થયો હતો અને પાટડી ટીંબાવાસમાં રહેતા કેશરબેન શૈલેષભાઇ ઠાકોરે રૂ. 40,000ની લોન લીધી હતી,આથી બેન્કમાંથી લોન લેતી વખતે આપેલો ચેક રૂ. 36,139ની રકમનો રિટર્ન થયો હતો ત્રણેય બાકી દારોનો ચેક રીટર્ન થતા પાટડી કોર્ટમાં કેસ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, 1881ની કલમ 138 અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે ચાલી જતા પાટડી કોર્ટે દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેસની સજા અને હુકમ થયેથી 30 દિનમાં રકમ ચૂકવવામા ન આવે તો વધુ ત્રણ માસની સાદી કેસની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular