
પાટડી: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ સોસાયટીમા ભૂગર્ભ ગટર ઉભરાતા સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પાટડી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ કરવામાં આવતું નથી આથી ધારાસભ્ય અને દસાડાના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પાટડી નગરમાં અનેક સ્થળે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે
દસાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પાટડી નગરપાલિકાને રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ નથી થઈ રહ્યો ત્યારે પાટડી બજાણા રોડ પર આવેલ રુદ્રાક્ષ સોસાયટીમાં ભુર્ગભ ગટરના દૂષિત પાણી ઉભરાતા સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે આ બાબતે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી થઈ રહ્યું આથી રહીશો દ્વારા દસાડાના ધારાસભ્યને ટેલીફોનિક રજૂઆત કરવામાં આવી હતી તથા દસાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો
