@પ્રતિનીધી સુરત
સુરતમા નકલી IPS ઝડપાતા ચકચાર મચ્યો છે ડી સ્ટાફની ખોટી ઓળખ આપી ૧.૭૩લાખની તોડ કરવાનો પ્રયત્ન કરનારા ઝડપાયાને હજુ કલાકો પણ વિત્યા નથી ત્યા કામરેજથી નકલી આઈપીએસ પોલિસના હાથે લાગ્યો છે ઝડપાયેલા શખ્સનું નામ પ્રદીપ પટેલ હોવાનું સામે આવ્યું છે જેણે સમીર જમાદાર નામના વ્યક્તિને પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી અને હોટલના બિઝનેસમા પાર્ટનર બનવા જણાવ્યું હતું પ્રદીપ પટેલે કામરેજના વલથાન નજીક આવેલ તોરણ હોટેલમાં ભાગીદારી કરવા સમીર જમાદારને કહ્યું હતું અને તેની પાસેથી 23 લાખ રૂપિયા પડાવ્યાં હતા. પ્રદીપ પટેલે 23 લાખમાંથી 11 લાખ પરત ન કરતા સમીર જમાદારે પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે.સુરત જિલ્લામાં આ અગાઉ પણ નકલી આઈપીએસ ઝડપાયો હતો સુરત પોલિસની બાજ નજર અને કાયદો વ્યવસ્થાની જાણવણી માટે કરાતુ પેટ્રોલિંગ ગુનાહિત પ્રવૃત્તિ કરનારમા ફફડાટ જવાગી રહી અને લોકોએ પોલિસની કામગીરી બિરદાવી હતી