ભુજ મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની સગીરાના અપહરણ કેસમાં સગીરાના નાનાએ હેબીયર્સ કોર્પસ રીટ કરતા સોમવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસને ઠપકો અપાયો હતો અને સગીરાને શોધી વાલી સમક્ષ હાજર કરવા જણાવ્યું છે
ભુજપુર પોલિસે સગીરાને શોધવાને બદલે સમગ્ર મામલામાં તપાસ બંધ કરી દેવા માટે સમરી રિપોર્ટ ભરવાની તજવીજ કરતા હાઈકોર્ટે આકરા શબ્દોમાં પોલિસની ટીકા કરી હતી. સગીરાનાં નાના તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં મુન્દ્રા પોલિસની ગંભીર બેદરકારીને પગલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ રિટ કરવામાં આવી હતી. કેસની ગંભીરતાને જોઈને કોર્ટે આગામી બીજી સપ્ટેમ્બર સુધી સમગ્ર મામલે તપાસ કરીને સગીરાને હાજર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગતો મુજબ, ૨૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ મુન્દ્રા પોલિસ સ્ટેશનમાં સગીરાના નાનાએ ભુજપુર ગામના કાના પ્રકાશભાઈ ભાટ ઉર્ફે બારોટ નામના યુવક સહીત તેના માતા પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલિસે થોડા સમય સુધી તપાસ કર્યા બાદ કેસમાં આગળ વધુ તપાસની જરુર નથી તેમ માની કેસ સમાપ્ત કરી દેવા મહ કાયદાકીય પ્રક્રિયા સંદર્ભે ભુજના નાયબ પોલિસ અધિક્ષકની સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે સગીરાના નાનાએ હેબીયસ કોર્પસ કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે ભુજપુર પોલિસની કામગીરીની ઝાટકણી કાઢી હતી અરજદાર પક્ષે એડવોકેટ અમન સમા હાજર રહ્યા હતા.
@Gujaratdairy