
અમદાવાદમાં પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યુંઅમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં સુરક્ષા કર્મી તરીકે સેવા આપતા પોલીસ કર્મીએ મોતને વ્હાલું કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી રાજ્યમાં ચિંતા જનક આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક આત્મહત્યાનો કીસ્સો બનવા પામ્યો છે જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જીતેન્દ્ર રણજીતભાઈ વાજાએ ઈન્સાસ રાયફલથી ગોળી મારી જીવન ટુંકાવ્યું છે બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કયા કારણોસર પોલીસ કર્મીએ મોતને વ્હાલું કર્યું છે તેનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે