પ્રતિનિધિ
@બિલાલ કાગઝી
સુરત જિલ્લા એલસીબી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરીનો ભેદ ઉકેલી ૪ આરોપીને ઝડપી રૂપિયા ૧,૧૮,૨૫,૦૦૦ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો સરાહનીય કામગીરી બદલ ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા પીઆઇ,પીએસઆઇ અને કોન્સ્ટેબલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસનો જુસ્સો વધે તે માટે રાજ્યના ડીજીપી દ્વારા સારી કામગીરી બદલ પોલીસ જવાનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા સુરત ગ્રામ્ય એલ.સી.બી. શાખા પોલિસ ઈન્સપેક્ટર આર.બી.ભટોળ,એ.એસ.આઇ. મુકેશભાઇ જયદેવભાઇ અને કોન્સ્ટેબલ અક્ષયભાઇને કોલ ડિટેઈલ અને CDR એનાલિસીસનો ઉપયોગ કરી સુરત જિલ્લાના અલગ અલગ પોલિસ મથકના ઘરફોડ ચોરી અને મોબાઇલ ટાવરના ૬૧ SFP કાર્ડ નામના પાર્ટની ચોરીના ૦૨ ગુના શોધી કાઢી,૦૪ આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા ૧,૧૮,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુનો શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ “ઈ-કોપ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવતા પોલિસ બેડામાં હર્ષની લાગણી પ્રસરી હતી
